Search This Website

Tuesday 20 September 2022

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

રસોડામાં રહેલા ત્રણ ખોરાકમાં ઢગલા મોઢે રહેલું છે વિટામિન બી12

મિત્રો આજે મારે તમને વાત કરવી છે કે વિટામીન B12 ની ખામી હોય અથવા તો તમારા શરીરમાં વિટામીન B12નું પ્રમાણ ઘટતું હોય તો તમે શુદ્ધ શાકાહારી ખોરાક ખાઈને કઈ રીતે આ ઉણપને દુર કરી શકો તેના વિશે મારે તમને માહિતી આપવી છે.

વિટામીન B12ની ખામીને દુર કરવા માટે તેના ઇન્જેક્શન પણ આવતા હોય છે તથા તેની ટેબ્લેટ પણ લોકો લેતા હોય છે પરંતુ આ ઇન્જેક્શન કે દવાઓ જો તમારે ન ખાવી હોય તો આપણા ઘરે અને એમાં પણ આપણા રસોડામાં એવી અમુક વસ્તુઓ રહેલી છે જેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન B12 મળી રહે છે.

તમે જોયું હશે કે માંસાહારી જે લોકો હોય છે તેમને વિટામીન B12 ની સમસ્યા નથી થતી પરંતુ શાકાહારી લોકોમાં આ સમસ્યા વધુ જોવા મળતી હોય છે, માંસ અને મટનમાં વિટામીન B12 વધુ માત્રામાં જોવા મળે છે. તમને ખબર હોય છે કે માંસ અને મટન જેટલું કે તેના કરતા પણ વધુ વિટામીન B12 અમુક શાકાહારી પદાર્થોમાં પણ જોવા મળે છે. તો ચાલો જાણી લઈએ વિટામીન B12ના મૂળભૂત સ્ત્રોતો.

વિટામીન B12 આપણા ચેતાતંત્રમાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે. આપણા શરીરમાં રક્તકણોનું નિર્માણ કરવામાં ખુબજ મહત્વનો ભાગ ભજવે છે વિટામીન B12. જો તમને વિટામીન B12ની ખામી ઉભી થાય તો લાલ રક્તકણોનું પ્રોડક્શન ખુબજ ઘટી જાય છે જેને લીધે તમને શરીરમાં અવનવી અનેક સમસ્યા થવાની શરુ થઇ જાય છે.

વિટામીન B12ની ખામીને લીધે જોવા મળતી મુખ્ય સમસ્યા જેવી કે તમને ચક્કર આવે છે, અશક્તિ જેવું લાગે છે, થાક લાગે છે, નબળાઈ આવી જાય છે, સ્કીનને લગતી સમસ્યા થાય છે અથવા તો તમારી ચામડી પીળી થવા લાગે છે, તથા એનીમિયા જેવી સમસ્યા થાય છે.

મગ : મિત્રો મગમાં સૌથી વધુ વિટામીન B12 રહેલું છે પરંતુ તેનું કઈ રીતે સેવન કરવું તેના વિશે માહિતી આપી દઈએ તમારે મગને સૌ પ્રથમ તો રાત્રે પાણીમાં પલાવી દેવા અને બીજા દિવસે સવારે તેનું સેવન કરવું જોઈએ જેમ બને તેમ મગના ફણગા વધુ ફૂટે તેમ સારું કહેવાય કારણ કે તે ફણગામાં જ સારો એવો વિટામીન B12નો સ્ત્રોત તેમાં છુપાયેલો છે. તમે બીજું પણ કઠોળ ફણગાવીને ખાઈ શકો છો. તથા મોટા ભાગે તો કઠોળમાં મગનો જ ઉપયોગ કરવો. તમે દરરોજ સવારે નિયમિતપણે એક વાટકી જેટલા આ મગનું સેવન કરશો તો તમને ક્યારેય પણ વિટામીન B12 ની ખામી નહિ રહે.

મગફળી (માંડવી) : મિત્રો મગફળી પણ તમારા રસોડામાં બહુ સરળતાથી મળી રહેશે. મગફળીને પણ તમે આગલા દિવસે સવારે પલાળીને બીજા દિવસે સવારે તેનું સેવન કરશો તો તેના પણ ફણગા ફૂટે છે અને જો ક્યારેક બને એવું કે માંડવીના ફણગા ન ફૂટે તો કોઈ વાંધો પણ પરંતુ તેને પલાળીને જો ખાવામાં આવે તો પણ તે ખુબજ ફાયદો કરે છે.

દૂધ અને દહીં : વિટામીન B12ની વાત કરીએ તો દૂધ અને દહીંમાંથી પણ ભરપુર માત્રામાં વિટામીન B12 સારા એવા પ્રમાણમાં મળી રહે છે. જો તમે મોળું દહીં એક વાટકી જેટલું સેવન કરશો તો તેમાંથી સારા એવા પ્રમાણમાં વિટામીન B12 મળી રહે છે.

આમ, અમે તમને વિટામીન B12 કઈ કઈ વસ્તુઓમાંથી મળી રહે છે તેના વિશે માહિતી આપી અને વિટામીન B12ની ખામીથી કઈ કઈ સમસ્યાઓ ઉભી થઇ શકે છે તેના વિશે પણ જરૂરી એવી માહિતી આપી.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચે આપેલ લિન્કમાં અમારા જિલ્લા વાઇઝ healthcare ગ્રુપ આપેલ છે , તમારા લગત કોઈ એક ગ્રુપમાં જોડાઈ જવું. આ ગ્રુપ માં માત્ર healthcare લગત જ માહિતી મુકવામાં આવશે... અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરિદો.

♻️Join our whatsapp group