Search This Website

Saturday 8 October 2022

જનધન ખાતાધારકોને જલસા, દર મહિને સરકાર આપશે 3000 રુપિયા, આવી રીતે ઉઠાવો લાભ

ગુડ ન્યૂઝ / જનધન ખાતાધારકોને જલસા, દર મહિને સરકાર આપશે 3000 રુપિયા, આવી રીતે ઉઠાવો લાભ


જો તમે મહિને 15000થી ઓછું કમાતા હોય તો તમારે માટે સરકારની જનધન યોજનામાં સામેલ થવું ખૂબ જરુરી છે.

જનધન ખાતું ખોલાવવું ઘણું સારુ

સરકાર દર મહિને આપે છે 3000 રુપિયા

મહિને 15000થી ઓછું કમાતા હોય તો યોજનાનો લાભ લઈ શકાય

જો તમે પણ જનધન ખાતું ખોલાવ્યું છે, તો તમારા માટે એક સારા સમાચાર છે. જનધન ખાતાધારકોને દર મહિને પૂરા 3000 રૂપિયા મળશે. કોઈપણ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે જનધન ખાતું હોવું જરૂરી છે. આ ખાતામાં પણ ખાતાધારકોને સરકારી યોજનાનો લાભ મળે છે. જે અંતર્ગત જનતાના ખાતામાં સીધા જ પૈસા જમા કરાવવામાં આવે છે.




યોજના પર એક નજર

>> 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે છે.

>> આ સ્કીમના પૈસા 60 વર્ષની ઉંમરે મળે છે.

>> તેમાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે.

>> અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આ યોજનાનો લાભ મળે છે.

>> જો તમારી માસિક આવક 15000 રૂપિયાથી ઓછી છે, તો તમે તેનો ફાયદો ઉઠાવી શકો છો.


આવા લોકોને મળશે ફાયદો

શેરી વિક્રેતાઓ, મધ્યાહન ભોજન કામદારો, હેડ લોડર, ઈંટ ભઠ્ઠાના કામદારો, મોચીઓ, કચરો વીણનારા, ઘરના કામદારો, ધોબી, રિક્ષાચાલકો, જમીન વિહોણા મજૂરો આ યોજનાનો લાભ લઈ શકે છે. આ સરકારી યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે આધાર કાર્ડ હોવું જરૂરી છે. આ સિવાય તમારી પાસે જનધન ખાતું હોવું જોઈએ અને આ સાથે જ તમારે બચત ખાતાની વિગતો પણ જમા કરાવવી પડશે.


ઉંમર પ્રમાણે નજીવો ફાળો આપવો પડે છે

આ સ્કીમ હેઠળ તમારે અલગ અલગ ઉંમર પ્રમાણે દર મહિને 55 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો ફાળો આપવો પડશે. જો તમે 18 વર્ષની ઉંમરમાં આ સ્કીમમાં જોડાશો તો તમારે દર મહિને 55 રૂપિયા આપવા પડશે. ૩૦ વર્ષની વયના લોકોએ ૧૦૦ રૂપિયા ચૂકવવા પડશે અને તે ૪૦ વર્ષના લોકોએ ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે. આ સ્કીમમાં રજિસ્ટ્રેશન કરાવવા માટે તમારે તમારા સેવિંગ્સ બેન્ક એકાઉન્ટ અથવા જનધન એકાઉન્ટના આઇએફએસ કોડની જરૂર પડશે. આ સિવાય તમારી પાસે આધાર કાર્ડ અને માન્ય મોબાઇલ નંબર હોવો જરૂરી છે.