Search This Website

Saturday 22 October 2022

આજે પુષ્ય નક્ષત્રનો સંયોગ:દિવાળી સુધી ખરીદી અને રોકાણ કરવા માટે દરરોજ શુભ મુહૂર્ત રહેશે, ધનતેરસે ત્રણ ગણો ફાયદો આપનાર યોગ બનશે

આજે મંગળ પુષ્ય નક્ષત્રથી ખરીદી અને રોકાણ માટે શુભ સમય શરૂ થઈ ગયો છે. 18 ઓક્ટોબર (પુષ્ય નક્ષત્ર)થી 24 ઓક્ટોબર (દિવાળી) સુધી એવા મુહૂર્ત બની રહ્યા છે, જેમાં પ્રોપર્ટી, ઘરેણાં, ગાડીથી લઇને ઇલેક્ટ્રોનિક સામાન સુધી દરેક વસ્તુની ખરીદી કરવી શુભ રહેશે. ત્યાં જ, આ વર્ષે ધનતેરસમાં ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. જ્યોતિષીઓ પ્રમાણે આ યોગમાં કરવામાં આવતા કાર્યોથી ત્રણ ગણો ફાયદો મળે છે.




આજે પુષ્ય નક્ષત્રોમાં કરેલી ખરીદી વધારે ફાયદાકારક રહેશે, કેમ કે આ શુભ નક્ષત્ર સાથે ચંદ્ર, બુધ, ગુરુ અને શનિ પોતાની જ રાશિમાં રહેશે. સાથે જ વર્ધમાન અને સિદ્ધિ નામના બે શુભ યોગ બનવાથી દિવસ વધારે ખાસ થઈ ગયો છે. આ ગ્રહ-યોગમાં કરવામાં આવતા રોકાણ અને ખરીદી ઓછા ખર્ચમાં વધારે ફાયદો આપનાર રહેશે.

ધનતેરસના દિવસે ત્રણ ગણો ફાયદો

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 22 ઓક્ટોબરના રોજ ધનતેરસના દિવસે તિથિ, વાર અને નક્ષત્ર મળીને ત્રિપુષ્કર નામનો શુભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં કરવામાં આવતા રોકાણથી ત્રણગણો ફાયદો મળી શકે છે. ત્રિપુષ્કર યોગમાં કરવામાં આવતી ખરીદી પણ ત્રણ ગણી શુભ અને ફાયદાકારક માનવામાં આવે છે. એટલે આ દિવસે બિઝનેસ અને શુભ કાર્યોની શરૂઆત કરવી જોઈએ. જે લોકો 23 ઓક્ટોબરે ખરીદી કરવા ઇચ્છે છે તેમના માટે બીજા દિવસે સર્વાર્થસિદ્ધિ યોગમાં ખરીદી કરવી પણ શુભ ફળદાયી રહેશે.


22 ઓક્ટોબરે ધનતેરસના દિવસે શુભ યોગમાં ખરીદી કરવાથી ત્રણગણો ફાયદો થશે

કઈ તારીખે શું ખરીદવું

18 ઓક્ટોબરઃ મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી મંગળ પુષ્યનો યોગ બની રહ્યો છે. આખો દિવસ શુભ સંયોગ હોવાથી આ દિવસે દરેક પ્રકારની ખરીદી અને રોકાણ કરવામાં આવી શકે છે.

19 ઓક્ટોબરઃ આ દિવસે શુભ યોગ હોવાની સાથે જ બુધવાર અને દશમ તિથિનો સંયોગ બની રહ્યો છે. નવી શરૂઆત માટે દિવસ શુભ છે. ઔષધીઓ, મીઠાઈ, મોતી, સુગંધિત વસ્તુઓ, એક્વેરિયમ અને મહિલાઓ સાથે જોડાયેલાં સામાનની ખરીદી કરી શકાય છે.

20 ઓક્ટોબરઃ ગુરુવાર અને દશમ તિથિનો સંયોગ આ દિવસે બનશે. સાથે જ, શુક્લ, શુભ અને અમૃત નામના યોગ બની રહ્યા છે. વિજયા તિથિ હોવાથી આ દિવસે કરવામાં આવતું રોકાણ, ખરીદી અને દરેક કામમાં સફળતા મળવાના યોગ છે. આ દિવસે પ્રોપર્ટી ખરીદવાનો ખાસ શુભ યોગ બની રહ્યો છે.

21 ઓક્ટોબરઃ શુક્લ યોગ સાથે જ શુક્રવાર અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રનો સંયોગ બનવાથી પ્રોપર્ટીમાં રોકાણ કે ખરીદી માટે આ દિવસ શુભ છે. આ દિવસે પ્રોપર્ટી ખરીદીનો ખાસ શુભ યોગ બની રહ્યો છે. સાધનો, મશીન અને વાહનની ખરીદી કરવી પણ શુભ રહેશે.

22 નવેમ્બરઃ આ દિવસે ત્રિપુષ્કર અને બ્રહ્મ નામના શુભ યોગ બની રહ્યા છે. સાથે જ, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર પણ રહેશે. શુક્રનું નક્ષત્ર હોવાથી આ મુહૂર્તમાં દરેક પ્રકારની ખરીદી કરી શકાય છે. આ દિવસે ઇલેક્ટ્રોનિક સામાનની ખરીદી કરવા માટે ખાસ મુહૂર્ત રહેશે.

23 નવેમ્બરઃ આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ આખો દિવસ રહેશે. સાથે જ, અમૃત ચંદ્ર અને બૃહસ્પતિ સામ-સામે રહેશે. આ શુભ ગ્રહ યોગના કારણે આખો દિવસ રોકાણ, ખરીદી અને નવી શરૂઆત કરી શકાશે. હસ્ત નક્ષત્રનો યોગ પણ બનવાથી વાહન, જમીન, ભવન, આભૂષણ અને વસ્ત્ર વગેરેની ખરીદી કરવી મંગળકારી રહેશે.

24 નવેમ્બરઃ આ દિવસે બપોરે 2.30 સુધી હસ્ત અને તેના પછી ચિત્રા નક્ષત્ર રહેશે. ચંદ્ર અને બુધ બંને ચિત્રા નક્ષત્રમાં રહેશે અને ચંદ્ર ઉપર ગુરુની દૃષ્ટિ હોવાથી ઘરની સજાવટ અને સુખ-સુવિધાઓની વસ્તુઓની ખરીદી શકાય છે.