Search This Website

Saturday 8 October 2022

આ રીતે બનાવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર..

આ રીતે બનાવેલો એક લાડુ ખાઇને કરો તમારા ઘુંટણમાં થતો દુખાવો દૂર..

હાલ, માનવ શરીરમાં શારીરીક દુખાવો અથવાતો માંસપેશિઓમાં દુખાવો એક મોટી સમસ્યા બનતી જાય છે. આ દુખાવો કોઈ ભારે વસ્તુને ઉચકવા જતા કે પછી વધારે પડતો વ્યાયામ કરવાથી શરીરમાં કોઈપણ એક ભાગમાં દુખાવો થયાની ફરિયાદ લોકો કરતા હોય છે. જો આ દુખાવાને આપણે જો નજરઅંદાજ કરીએ તો આગળ જતા ગંભીર સમસ્યા પણ ઉભી થઇ શકે છે છે. આપણે જો એમ એમ વિચારતા હોઈએ કે શરીરમાં દુખાવો ફક્ત ઉંમરલાયક લોકોને જ થાય છે તો એ વાત તદ્દન ખોટી છે. કેમકે, દુખાવોતો નાના બાળકો થી લઇને 70 વર્ષના ઘરડાં માણસને પણ થઇ શકે.
મિત્રો આજના આપણા આર્ટિકલ્સ માં ઘૂંટણમાં પડતી તકલીફ સામે એક એવા લાડુ બનાવની રેસિપી બતાવાના છીએ, જેમાં ઘી નો ઉપયોગ કાર્ય વગર હેલ્થી અને પ્રોટીન યુક્ત લાડુ બનાવીને એનું સેવન કરવાથી ઘૂંટણમાં થતી તકલીફથી તમે છુટકારો મેળવી શકશો.

લાડુ બનાવની રેસિપી જોતા પહેલા ઘૂંટણ ના દુખાવો કે તકલીફ કેમ પડતી હોય છે. એની, સંપૂર્ણ વિગત આપણે પહેલા જાણીશુ ત્યારબાદ આર્ટિકલની અંતમાં લાડુ બનાવવાની રેસિપી વિશે જાણીશુ.

કેટલા પ્રકારના દુખાવા હોય છે: દુખાવાના ઘણા બધા પ્રકાર હોય છે. ખાસ કરીને દુખાવો માંસપેશીયોનો, પીઠનો, માથાનો, ગળાનો, ઘૂંટણનો હોય છે. બીજા પ્રકારના દુખાવામાં તંત્રિકા તંત્ર પ્રભાવિત થઈ જતી હોય છે. અને, એના લીધે થઈને દુખાવો થવા લાગે છે. આ રીતે થતા દુખાવાને ન્યુરોપેથિક પેન કહેવામાં આવે છે. તેમાં નાના-મોટાં સાંધા જેવા કે આંગળીઓના સાંધામાં દુખાવો શરૂ થઇને તે કાડાં, ઘૂંટણ, અંગુઠામાં વધતા જાય છે. બીમારી વધી જવા પર આ આખા શરીરના કાર્ય કરવાની ક્ષમતાને રોકી નાંખે છે.

શરીરમાં જ્યાં એકથી વધુ હાડકાનું જોડાણ થતું હોય તેને સાંધો કહે છે. અને એમાં વળી ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી જટીલ અને મોટો જોડાણો ધરાવતો સાંધો છે. ઘૂંટણમાં નિકેપ, થાયબોન, ફીબ્યુલા અને શીનબોન, જોડાઈ અને હલન-ચલન થઇ શકે તેવો સાંધો બનતો હોય છે. ઘૂંટણનાં સાંધામાં હાડકાઓને બાંધતા સ્નાયુઓ, ટેન્ડન્સ અને સાંધામાં સ્નિગ્ધતા જળવાય તેવું સાયનોવિયલ ફલ્યુડ હોય છે.

ઘૂંટણમાં સોજો આવે ત્યારે દુખાવો થતો હોય છે. જયારે પણ ઘૂંટણની હલન-ચલનની પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય એવી કે દરેક તકલીફ ઉભી કરે ત્યારે સામાન્ય ભાષામાં તે ઘૂંટણનો દુખાવો કહેવાય છે. પરંતુ ઘૂંટણનો દુખાવો સાંધાના કયા ભાગમાં તકલીફ ઉભી થાય છે, તે જાણવું આવશ્યક છે અને એ જાણ્યા બાદ તેને અનુરૂપ ઉપચાર કરવો પણ ખુબ જરૂરી છે.

ઘૂંટણની રચનામાં જોડાયેલા સ્નાયુમાં ઈજા, ખેંચાણ, સોજો હોય કે નિકેપમાં ઈજા થઇ હોય, ડિસપ્લેસમેન્ટ થયું હોય, સાયનોવિયલ ફલ્યુડ ઘટી ગયું હોય, વ્યક્તિનું વજન વધવાથી, અયોગ્ય રીતે ચાલવા, ઉઠવા-બેસવા, રમત-ગમત જેવી અન્ય ક્રિયાઓથી હાડકામાં ઘસારો અથવા અલાયન્મેન્ટમાં તકલીફ થઇ હોય શકે છે.

આપણા ઘરનાં બારી બારણાંમાં જે રીતે મિજાગરા કામ કરે છે, લગભગ એવુંજ કામ આપણા ઘૂંટણનો સાંધો પણ કરે છે. જયારે પણ આપણે ઉભા રહેતા હોઈએ છીએ એ દરમ્યાન કોઇપણ સ્નાયુનાં વપરાશ વગર માત્ર સાંધો જ આધાર આપે છે. જયારે પણ આપણે નીચે નમીયે, નીચે બેસીયે, ઉઠીયે ત્યારે ઘૂંટણ વપરાય છે. ચાલવા કે દોડવા દરમ્યાન પણ ઘૂંટણનો વપરાય થાય છે, ઘૂંટણ દરેક પ્રકારના થડકારો ઝીલી અને શોક અબ્ઝોર્બર તરીકે કામ કરતાં કૂર્ચાસ્થિ –મિનિસ્કસ અને આર્ટીક્યુલર કાર્ટીલેજ કુશન જેવું કામ કરે છે. સાંધામાં જોડાયેલા વિવિધ હાડકાઓનું ચલન ઘસારા વગર થવામાં મદદ કરે છે.

શરીરનું વજન વધુ પડતું હોય, સતત એકધારી પ્રવૃત્તિ જેમકે દોડવું, જોગિંગ, સાયકલિંગ વધુ લાંબો સમય કરવામાં આવે, ઘૂંટણનો ટેકો લઇ સોફા કે ખુરશી પર બેસતી વખતે આખા શરીરનું વજન કોઈ એક પગનાં ઘૂંટણ પર મૂકી બેસવાની ટેવ, કોઈ એક પગ ઉપર જ વધુ વજન આવે તે રીતે વધુ લાંબો સમય ઉભા રહી કામ કરવાની ટેવ હોય કે પછી ઉબડ-ખાબડ રસ્તાઓ પર, પથરાળ જમીન પર યોગ્ય પગરખાં વગર ચાલવા દરમ્યાન શરીરનું બેલેન્સ જાળવવા પગ ત્રાંસો મૂકવાથી સ્નાયુ કે લીગામેન્ટમાં જોર પડવા જેવા કારણોની આડઅસર ઘૂંટણ પર થતી હોય છે.

ઘૂંટણનાં સાંધા પર વધુ પડતાં વજન આવવાથી એની આડઅસર ઘૂંટણનાં સાંધા પર પડતી હોય છે. આપણા પોતાના શરીરનું વધુ પડતું વજન પણ સાંધામાં તકલીફ આપી શકે છે. જો એમ ના થવા દેવું હોય તો આપણું પોતાનું વજન ઘટાડવું અને શરીરનું વજન પ્રમાણસર હોય તે જરૂરી છે. ચાલવા, ઉભા રહેવા જેવી પ્રવૃત્તિ દરમ્યાન યોગ્ય પગરખાં પહેરવા તથા ઘૂંટણનો અયોગ્ય ઉપયોગ ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

ઘૂંટણને સહારો આપતા સ્નાયુઓ અને ઘૂંટણની રચનામાં વપરાતાં લીગામેન્ટ અને ટેન્ડન્સમાં સોજો, શિથિલતા માટે રક્તમાં રહેલો ‘આમ’ જવાબદાર હોય શકે છે. માટે, દરેખા વ્યક્તિએ પ્રકૃતિને અનુરૂપ ખોરાક ખાવો જોઈએ. અને ખાસ કરીને ચરીનું પાલન ખાસ કરીને ખાટા પદાર્થો, આથાવાળી, પ્રિઝર્વેટિવ્સ ધરાવતી વાનગીઓ, તેમજ બજારુ ખોરાક બંધ કરી આયુર્વેદમાં સૂચવાયેલા ‘આમ-પાચન’ માટેનો ઉપચારક્રમ કરવાથી ઘૂંટણનો લાલાશ પડતો સોજો, જકડાહટ અને દુખાવામાં રાહત થાય છે.

સામાન્ય રીતે ઘૂંટણની તકલીફથી પીડાતા હોય તો મેથી ખાવાથી ઘૂંટણનો દુખાવો મટી જતો હોય છે.પણ ઘૂંટણનો દુખાવો થાવાજ ન દેવો હોય તો પહેલેથીજ હેલ્થી ખોરાક ખાવો પડે જેથી કરીને ઘૂંટણની સમસ્યા અવેજ નહી. એવીજ એક હેલ્થી લાડુની રેસિપી આપણે જાણીશુ જેના સેવનથી આ તકલીફ દૂર થઇ જશે.

જરૂરિયાત સામગ્રી :- ગોળ – 750 ગ્રામ, તલ – 500 ગ્રામ, અખરોટ – 200 ગ્રામ, શીંગ દાણા – 100 ગ્રામ, છીણેલું ટોપરું – 100 ગ્રામ, કાજુ – 50 ગ્રામ, બદામ – 50 ગ્રામ, સૂંઠ – 30 ગ્રામ

રીત :- સૌ પ્રથમ તલ, શીંગ દાણા, કાજુ, બદામ, અખરોટ લઇને એને સારી રીતે સાફ કરી લેવા. સાફ થઇ ગયા બાદ તલ, શીંગ દાણા અને છીણેલું ટોપરું ને અલગ કરી લેવા અને બાકી વધેલા ડ્રાયફ્રૂટ્સ જેવાકે અખરોટ, કાજુ, બદામ ને પણ અલગ કરી લેવા આમ સામગ્રી ને 2 ભાગમાં વહેંચી લેવી.

સામગ્રી બે ભાગમાં વહેંચાઈ ગયા બાદ, એક મોટી કઢાઈ લેવી અને ગેસ ચાલુ કરી ને એને ગરમ કરવા મુકાવી. સહેજ ગરમ થાય એટલે તલ, શીંગ દાણા અને છીણેલું ટોપરું વાળો ભાગ લઈને કઢાઈમાં શેકવા માટે મુકવા. સહેજ ગરમ થઇ જાય અને છીણેલું ટોપરું થોડું બ્રાઉનીસ કલરનું થઇ જાય ત્યારે કઢાઈ ને ગેસ પરથી નીચે ઉતારી લેવી. અને કઢાઈમાં રહેલી સામગ્રી એક અલગ થાળીમાં કાઢી લઇ ને એને ઠંડુ પાડવા માટે રહેવા દેવું.

જ્યાં સુધી આ ઠંડુ પડે ત્યાર સુધીમાં ફરીવાર બાકી વધેલા ડ્રાયફ્રૂટ્સ જેવાકે અખરોટ, કાજુ, બદામ વાળા ભાગને લઇ ને કઢાઈમાં લઈને એમને પણ ગરમ કરવું અને સહેજ વાર થોડા રોસ્ટેડ થઇ જાય ત્યાર બાદ એ સામગ્રી ને પણ એક અલગ વાસણમાં કાઢીને ઠંડુ થવા રહેવા દેવું.

નોંધઃ ( અહીંયા બધી વસ્તુ એટલા માટે શેકી છે કે આ બધી વસ્તુઓ તૈલીય ગુણધર્મ ધરાવે છે. જેને શેકવાથી એમાં રહેલું મોઈશ્ચર દૂર થઇ જશે. અને લાડવો બગાડતો અટકાવશે.)

આ તમામ વસ્તુ ઠંડી થઇ જાય ત્યાર બાદ એક મિક્સર બાઉલમાં ભેગી કરીને મિસ્કરમાં સહેજ કર કરું રહે એ રીતની બધી સામગ્રી પીસી લો. અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું છેકે બહુ વધારે પડતી જીણું પીસાઈ ના જાય. નહીતો લાડવાનો અસલી ટેસ્ટ તમે માણી નહિ શકો. મિક્સર માં પીસાઈ ગયા બાદ એને અલગ એક સ્વચ્છ વાસણ માં કાઢી લો.

હવે, કઢાઈમાં ગોળ ગરમ કરવા મુકો અને જેવો ગોળ ગરમ થવા આવે કે તરતજ આ બધી પીસેલી સામગ્રી ને મિક્સ કરી લો અને હલાવતા રહો. બધું સરખી રીતે મિક્સ થઇ જાય ત્યારબાદ ગેસ બંધ કરીને એ સામગ્રીમાં સૂંઠને ઉમેરવી અને સૂંઠ બરોબર રીતે મિક્સ થઇ જાય એ રીતનું ફરીથી હલાવવું. લાડુ બનાવવા માટેની તમારી સામગ્રી તૈયાર થઇ ગઈ છે.

આ સામગ્રી માંથી ઓછામાં ઓછા 30 લાડુ બને એ રીતના લાડુ બનાવવા. બનેલ લાડુને 30 દિવસ સુધી રોજ સવારે ભૂખ્યા પેટે 1 – 1 લાડુ લઈને ખાવાથી તમને જાતેજ ઘૂંટણના દુખાવામાં રાહત થતી જોવા મળશે.

મિત્રો, તમને આ લાડુની રેસિપી કેવી લાગી એ વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર આપશો. અને જો તમારા ફેમિલી મેમ્બર્સને ઘૂંટણની સમસ્યા હોય તો આ લાડુ એમના માટે જરૂરથી બનાવજો.