Search This Website

Friday 17 February 2023

સુરત ના ચાવડા પરીવારે લગ્ન મા એવુ લખાણ લખાવ્યું કે લોકો ખુબ વખાણ કરી રહયા છે. જુઓ શું છે…?

સુરત ના ચાવડા પરીવારે લગ્ન મા એવુ લખાણ લખાવ્યું કે લોકો ખુબ વખાણ કરી રહયા છે. જુઓ શું છે…?


સોસિયલ મીડીયા પર અનેક વિડીઓ અને ફોટા ઓ વાયરલ થતા હોય છે ત્યારે તાજેતર મા લગ્ન નો સમયગાળો હોય ત્યારે અમુક પ્રકારની કંકોત્રી ના ફોટા ખાસ વાયરલ થય રહયા છે જેમાં એક કંકોત્રી એટલી અનોખી હતી કે લોકો વખાણ કરતા નહોતો થાકતા જયારે અન્ય બે ત્રણ કંકોત્રીઓ એવી જ હતી તો આવો જાણીએ આ ખાસમ ખાસ કંકોત્રી વિશે.


ભાવનરગના એક ગોહીલ પરીવારે ખાસ કંકોત્રી બનાવડાવી હતી જેમા એ કંકોત્રી નો ઉપયોગ લગ્ન બાદ પણ ચકકી ના માળો ના સ્વરૂપે કરી શકાય તેવી કંકોત્રી હતી. જ્યાંરે અન્ય એક કંકોત્રી સુરત ના ચાવડા પરીવારની એટલી જ ખાસ હતી કારણ કે તેમા જે લખાણ લખાયેલું જેના લોકો સોસિયલ મીડીયા પર ખુબ વખાણ કરી રહયા છે. આ કંકોત્રી મા અમુક બાબતો પર નોંધ લખવામાં આવી છે તો આવો જાણીએ ખરેખર શુ બાબત છે.





આપણે જે કંકોત્રીની વાત કરવા જઈ રહ્યા છીએ એ કંકોત્રી સુરત ના પારડી ગામના ચાવડા પરીવાર ની છે. આ કંકોત્રી મા ખાસ એક બાબત લખાયેલી છે. જેમા લખેલુ છે કે રોડ ઉપર ફુલેકું ફેરવવા ના નથી , મામેરૂ ભરવાના નથી , પૈસા ઉપાડવાના નથી , વેવારની સાડીઓ ઓઢવાના કે શાલ આપવાનો વેવાર બંધ રાખેલ છે. આ વખાણ ના લોકો ખાસ વખાણ કરી રહ્યા છે.





સામાન્ય રીતે કંકોત્રી મા પ્રસંગો નો ઉલ્લેખ કરવામા આવતો હતો છે પરંતુ આ પરીવાર ના વિડીલો નુ માનવુ છે કે અમુક કુ રીવાજો અને લગ્ન મા રુપીયા ઉડાવતા જેવી બાબતો ના થાય છે એ માટે આ ખાસ નોંધ લખી છે. એમાં પણ હાલ લગ્ન મા ખોટી રીતે રુપોયા ખુબ ઉડાડવામાં આવે જે યોગ્ય નથી. ત્યારે આવુ લખાણ ઘણુ ઉપયોગી કહી શકાય. આ લગ્ન કંકોત્રી ભરવાડ સમાજ ના મધાભાઈ મેપાભાઈ ચાવડા ના સુપુત્ર વિજય ના લગ્ન ની છે જે 11 મા મહીના મા યોજાયા હતા.



આ ખાસ લખાણ પરીવારે પ.પૂ સંત શ્રી રામબાપુ અને ભરવાડ સમાજ રત્ન શ્રી વિજયભાઈ ભરવાડ ની પ્રેરણા થી લખવામાં આવ્યુ છે તેવુ જાણવા મળ્યુ હતુ.