Search This Website

Thursday 16 February 2023

Papaya Seed Benefits / પપૈયાના બીજના ફાયદા

Papaya Seed Benefits / પપૈયાના બીજના ફાયદા: આપણે સૌ જાણીએ છીએ કે પપૈયાનું ફળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. પપૈયું ખાવાથી કબજિયાત રહેતી નથી. આજ રીતે પપૈયાના બીજ ખાવાના પણ અનેક ફાયદાઓ છે. એના બી ખાવાથી શરીરનો દુખાવો, વજન ઓછું કરવામાં મદદરૂપ, અને પિરિયડ્સ ના દુખાવામાં પણ ફાયદાકારક છે. શરીરમાં જમા વધારાની ચરબી પણ ઓછી થાય છે.

પપૈયુ એ સદગુણોનો ભંડાર છે આપણે લોકો કાચું અને પાકું બંને પપૈયા ખાઈએ છીએ કાચા પપૈયા માંથી સંભારો અને તેને રાંધીને પણ ખાઈ શકાય છે. શરીરની ખૂબ જ ફાયદો થાય છે તેનાથી આપણું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને સાથે સાથે ત્વચા પણ સુંદર બને છે. પપૈયાનો સ્વાદ ખૂબ જ મીઠો હોય છે તેથી લોકોને ભાવે છે. આપણે પપૈયું ખાઈએ છીએ ત્યારે તેમાંથી નીકળેલા બીજ એટલે કે કાળા દાણા આપણે ફેંકી દઈએ છીએ.

પપૈયાના બીજમાં રહેલા પૌષ્ટિક તત્વો

આપણે પપૈયું ખાઈએ છીએ પરંતુ તેને બીજ ફેંકી દઈએ છીએ પરંતુ પપૈયાના બીજ ના અનેક ફાયદાઓ (Papaya Seed Benefits) છે પપૈયાના બીજ ફાઇબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે. એથી વધારે જોઈએ

તો પપૈયાના બીજમાં વિટામિન્સ, મિનરલ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસથી ભરપૂર પપૈયામાં મોનોસેચ્યુરેટેડ ફેટી એસિડ વિપુલ પ્રમાણમાં હોય છે. પપૈયાના આ કાળા-ભૂરા રંગના બીજનો સ્વાદ એસ્ટ્રિન્ટ છે. તેને સૂકવીને પાવડરમાં પીસીને જ ખાઈ શકાય છે.


Papaya Seed Benefits: પપૈયાના બીજના ફાયદા

શું તમે Papaya Seed Benefits: પપૈયાના બીજના ફાયદા જાણો છો કદાચ તમે આ ફાયદા જાણશો પછી તેના બીજ ક્યારે પણ ફેકશો નહીં. પપૈયુ તો ગુણોનો ભંડાર છે જ પરંતુ સાથે સાથે પપૈયાના કાળા બીજ પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં પણ ખાસ કરીને સ્ત્રીઓ માટે પપૈયાના બીજ ખૂબ જ ઉપયોગી છે તો આજે આપણે પપૈયાના બીજમાં કયા કયા ગુણો ભરેલા છે તે જોઈએ.


વજન ઘટાડવામાં ઉપયોગી


પપૈયા ના બી પાચન ક્રિયામાં મદદરૂપ થાય છે. પપૈયાના બીજમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ફાઈબર મળે છે. જે આપણને પાચનક્રિયામાં મદદ કરે છે. પપૈયાના બીજનું સેવન કરવાથી શરીરનો નકામો કચરો સરળતાથી શરીરમાંથી બહાર નીકળી જાય છે. પપૈયાના બીજ મેટાબોલિઝમ સિસ્ટમને યોગ્ય રાખવામાં મદદ કરે છે. અને તેના લીધે શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી. અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.


લીવર માટે ફાયદાકારક

આગળ જોયું એના બીજ ઘણી બધી રીતે ઉપયોગી છે તે આપણા લીવર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઘણીવાર કેટલાક કિસ્સાઓમાં, લીવર સિરોસિસની સારવાર પપૈયાના બીજ સાથે થઈ હોય તેવું પણ નોંધવામાં આવ્યું છે. પપૈયાના બીજને ખોરાકમાં કોઈપણ રીતે લઈ શકાય છે. પપૈયાના બીજને પીસીને તેનો બારીક પાવડર બનાવીને પણ ખાઈ શકાય છે.


પીરિયડના દુખાવામાં રાહત


સ્ત્રીઓ માટે પપૈયાના બીજ ખુબજ ઉપયોગી છે. તેના બીજમાં જોવા મળતું કેરોટીન નામનું દ્રવ્ય શરીરમાં એસ્ટ્રોજન હોર્મોન્સને નિયંત્રિત કરે છે. તેની સાથે સાથે તે પીરિયડ્સને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. પપૈયાના બીજ ખાવાથી સ્ત્રીઓને પીરિયડ્સના દુખાવામાં પણ ઘણી રાહત મળે છે.


ડેન્ગ્યુ તાવમાં રાહત આપે

પપૈયાના પાન તો ડેન્ગ્યુ માટે ફાયદાકારક છે જ, પરંતુ પપૈયાના બીજનું સેવન કરવાથી પણ ડેન્ગ્યુના તાવમાં રાહત મળે છે. જો તમને અથવા તો તમારા પરિવારમાં કોઈને ડેન્ગ્યુ થાય તો, તેના બીજનું સેવન કરવાથી શરીરમાં રક્તકણોની સંખ્યા ખૂબ ઝડપથી વધે છે.

ચરબી – કોલેસ્ટ્રોલ ઘટાડે છે


જે લોકોને વધુ ચરબીની પ્રોબ્લેમ હોય તે લોકોએ પપૈયા ના બીજ નું સેવન કરવું જોઈએ પપૈયા ના બીજ માં મોનોસેચ્યુરેટેડ એસિડ રહેલું છે. જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. પપૈયાના બીજ ખાવાથી શરીરની ચરબી યોગ્ય રાખવામાં મદદ મળે છે.


આંતરડા સ્વસ્થ રહે

પપૈયાના બીજ ખાવાથી ચયાપચયની ક્રિયા સરળ બને છે આંતરડામાં જોવા મળતા શરીરને હાનિકારક જંતુ અને બેક્ટેરિયા મરી જાય છે અને યોગ્ય હલનચલન કરવામાં મદદરૂપ થાય છે.


કિડની સ્વસ્થ રાખે

જો તમે કિડની ની કોઈપણ સમસ્યાથી પીડાતા હોય તો કિડની ને સ્વસ્થ રાખવા માટે દરરોજ પપૈયાના સાત બીજ દિવસમાં સાત વખત લેવા જોઈએ પપૈયાના બી ને તમે ચાવીને પણ લઈ શકો છો. પપૈયા ના બીજ કિડનીને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે.

કુદરતી ગર્ભનિરોધક તરીકે

જો કોઈ કપલ પ્રેગ્નન્સી ની ઈચ્છા ન ધરાવતું હોય, તેવા કપલ એ અન્ય કોઈ ગર્ભ નિરોધક દવા ન લેવી જોઈએ, અને પપૈયા ના બીજ લેવાથી તેને પ્રેગ્નન્સી રહેતી નથી. પપૈયા ના બીજ ગર્ભનિરોધક તરીકે કામ કરે છે. આમ કરવાથી કેમિકલ વાળી દવાથી બચી શકાય છે. જોકે આમ કરતા પહેલા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવી જોઈએ પછી જ આગળ વધવું જોઈએ.

કેન્સર અને બળતરા જેવા રોગોમાં રાહત


પપૈયાના બીજ ખાવાથી કેન્સર જેવા રોગોનું જોખમ ઓછું થાય છે. અને બળતરામાં પણ રાહત મળે છે. પપૈયાના બીજ માં પોલીફેનોલ્સ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શરીરના અનેક પ્રકારના રોગોના જોખમને નિવારવામાં મદદ કરે છે.


પપૈયાના બીજ કેવી રીતે ખાવા?


તમને મનમાં પ્રશ્ન થતો હશે કે પપૈયા અને બીજને કઈ રીતે ખાવા? તો પપૈયા ના બીજ ને તડકામાં સૂકવી દો, પછી આ બીજનો પાઉડર કરી તેને કોઈ ડબ્બીમાં પેક કરી દો. અને જરૂરિયાત મુજબ તમે તેનું સેવન કરી શકો છો.



Papaya Seed Benefits Disclaimer

અમે તમારા સુધી Papaya Seed Benefits: પપૈયાના બીજના ફાયદા માટેની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

આ Papaya Seed Benefits આર્ટિકલ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે બાબતો તમામ વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.



અમારી site ની મુલાકાત લેવા બદલ આભાર. અહીં અમે Papaya Seed Benefits: પપૈયાના બીજના ફાયદા, હેલ્થ, આયુર્વેદ, ટેકનોલોજી, ચૂંટણી, રમતગમત, વેબ સિરીઝ, પરીક્ષાની તારીખો અને નવીનતમ અપલોડ કરેલી સૂચનાઓ વિશે માહિતી આપીએ છીએ અને જો તમને અન્ય કોઈ માહિતી જોઈએ તો અમને કમેન્ટ ના માધ્યમ થી જણાવી શકો છો. બને ત્યાં સુધી અમારા દ્વારા એપ સુધી પરફેટ માહિતી પહોંચાડવાનો જ અમારો ઉદ્દેશ છે.