Search This Website

Thursday 23 March 2023

શરીર પરના અણગમતા તલ અને મસાની સમસ્યાથી થઈ ગયા છો પરેશાન? તો લસણની એક કળી કરશે કમાલ.

શરીર પરના અણગમતા તલ અને મસાની સમસ્યાથી થઈ ગયા છો પરેશાન? તો લસણની એક કળી કરશે કમાલ.


દોસ્તો આજના આ લેખમાં અમે તમને શરીર પરના અનિચ્છનીય તલ અને મસાની સમસ્યા દૂર કરવા માટેનો કારગર ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને કરવાથી તમે એકદમ સ્પષ્ટ ત્વચા મેળવી શકશો અને કોઈ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડશે નહીં. તો ચાલો આપણે જાણીએ કે એવા કયા ઉપાય છે જે શરીર પરના અણગમતા તલ અને મસા દૂર કરવા માટે કામ કરે છે.





લસણ અને સરકો :- તમને કહી દઈએ કે તમે સફરજન નો સરકોની મદદથી પણ તલ અને મસાની સમસ્યા દૂર કરી શકો છો. આ માટે સૌથી પહેલા સફરજન નો સરકો લઈને તેમાં લસણની કળીઓ મિક્સ કરી દો. હવે જ્યારે તે એકરસ થઈ જાય ત્યારે તેને મસા અથવા તલ પર લગાવવામાં આવે તો ફક્ત 30 મિનિટમાં રાહત મળી જાય છે.

લસણ અને ડુંગળી :- તમે આ બંને વસ્તુનો ઉપયોગ કરીને અણગમતા તલ અને મસા દૂર કરી શકો છો. આ માટે સૌથી પહેલા લસણ અને ડુંગળીને ગ્રાઇન્ડ કરીને રસ કાઢી લો. હવે તેને બરાબર મિક્સ કરીને તલ અથવા મસા પર 30 મિનિટ માટે લગાવી રાખો. તમારે આવું દિવસમાં બે વખત કરવું પડશે. જેનાથી તમને આરામ મળશે.

એરંડા તેલ અને લસણ :- તમે એરંડા તેલ નો ઉપયોગ કરીને પણ મસા અને તલ દૂર કરી શકો છો. આ માટે સૌથી પહેલા લસણની બેથી ત્રણ કળીઓ લઈને ગ્રાઇન્ડ કરીને રસ કાઢી લો. હવે તેમાં એરંડા તેલ ઉમેરીને બંને ને બરાબર મિક્સ કરી લો. જેના પછી આ ખાસ પેસ્ટને મસા અથવા તલ પર લગાવવામાં આવે તો સ્પષ્ટ ત્વચા મળી શકે છે.

બેકિંગ સોડા અને એરંડા તેલ :- આ ઉપાય માટે એરંડા તેલ ચાર ચમચી અમે અડધી ચમચી બેકિંગ સોડાની જરૂર પડશે. હવે આ બંને વસ્તુઓને બરાબર મિક્સ કરીને તેને મસા પર લગાવી દો અને ત્યારબાદ તેના પર બેંડેડ લગાવી દો. જેના પછી તમારે રાતભર સુધી તેને રાખવું પડશે. હવે સવારે બેંડેડ કાઢીને અસરગ્રસ્ત વિસ્તારને સાફ પાણીથી ધોઈ લો.

કેળાની છાલ :- આ માટે સૌથી પહેલા કેળાની છાલ લઈને તેને મસા અથવા તલ પર લગાવી દો. ત્યારબાદ તેના પર પટ્ટી અથવા બેંડેડ લગાવી દો. હવે તેને એક રાત માટે રહેવા દો. આ તલને દુર કરવા માટેનો કારગર ઉપાય માનવામાં આવે છે.

જો તમે આવી જ સ્વાસ્થ્યવર્ધક માહિતી દરરોજ જાણવા માગતા હોય તો નીચેનું લાઈક બટન દબાવીને પેજને લાઈક કરી દો અને હજુ સુધી આ માહિતી તમારા મિત્રોને શેર ના કરી હોય તો હમણાં જ શેર કરી દો.