Pages

Search This Website

Wednesday 8 March 2023

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરીલો આ નાનો ઉપાય, તમારુ બાળકને ક્યારેય નહીં પડે બીમાર.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કરીલો આ નાનો ઉપાય, તમારુ બાળકને ક્યારેય નહીં પડે બીમાર.


મિત્રો નાના બાળકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે માતા-પિતા ખૂબ જ કાળજી લેતા હોય છે. નાના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી હોય છે. મિત્રો નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ તેને વધારવા માટે માતા-પિતા અનેક પ્રયાસો કરતા હોય છે અનેક પ્રકારના ખોરાક અને મિનરલ્સ, વિટામિન્સ બાળકોને આપતા હોય છે.







મિત્રો આજના આ લેખમાં અમે તમને બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવાના કેટલાક ઉપાયો બતાવા જઈ રહ્યા છીએ. મિત્રો હાલ ના સમયમાં બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાને કારણે બાળકોમાં અનેક પ્રકારની બીમારીઓ થતી હોય છે.

મિત્રો અત્યારના સમયમાં નાના બાળકની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે કોરોનાવાયરસ ના સંક્રમણનું જોખમ ખૂબ જ વધારે રહેલુ છે. મિત્રો આ કારણથી જ બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર માતાનું દૂધ બાળકના સ્વાસ્થ્ય માટે અને,

રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો તાજા જન્મેલા બાળક થી લઈને 8 મહિના સુધીના બાળકને માતાના દૂધ નું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. આવું કરવાથી બાળકની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. માતાના દૂધનું સેવન કરાવવાથી નાના બાળકોની વાઇરલ ઇન્ફેકશનનું જોખમ ઘટી જાય છે.

મિત્રો 8 થી 9 મહિનાથી ઉપરના બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બાળકોને વિટામીન અને પ્રોટીન યુક્ત ખોરાકનું સેવન કરાવવુ જોઈએ. મિત્રો બાળકોને વધુ પ્રમાણમાં બજારના ફાસ્ટફૂડનું સેવન ન કરવું જોઈએ. બહાર નું ભોજન વધુ પ્રમાણમાં સેવન કરવાથી બાળકો ઇન્ફેક્શન થવાની શક્યતા વધુ રહે છે.

મિત્રો નાના બાળકોને ફળોનું વધુ પ્રમાણમાં સેવન કરવું જોઈએ જેથી કરીને દરેક પ્રકારના વિટામીન્સ અને મીનરલ્સ બાળકને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. મિત્રો આયુર્વેદમાં જણાવ્યા અનુસાર બાફેલા શાકભાજી નું નાના બાળકોને સેવન કરવું જોઈએ. નાના બાળકો ને બાફેલા ચણા અને બાફેલા કઠોળ નો સમય અંતરે સેવન કરાવવુ જોઈએ.

આવું કરવાથી બાળકને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે અને બાળકને વાઇરલ ઇન્ફેક્શનથી લડવામાં તાકાત મળે છે. મિત્રો સૂકા મેવાનો વધુ પ્રમાણમાં સેવન બાળકોને કરાવવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

મિત્રો દૂધ એક પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. દૂધમાં દરેક પ્રકારના વિટામીન્સ અને મીનરલ્સ રહેલા હોય છે.

મિત્રો નિયમિત રૂપે બાળકને સવારે દૂધનું સેવન કરાવવું જોઈએ. જો તમારા બાળકને સવારે દૂધ ન પીવું હોય તો નિયમિત રૂપે રાત્રે સુતા પહેલા હૂંફાળું દૂધનું સેવન અવશ્ય કરાવવું જોઈએ. મિત્રો આ પ્રકારનો આહાર અને વિહાર બાળકોને કરાવવામાં આવે તો બાળકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser