Pages

Search This Website

Friday 28 April 2023

બેટરી પંપ સહાય યોજના। Battery Pump Sahay Yojana 2023

બેટરી પંપ સહાય યોજના। Battery Pump Sahay Yojana 2023


બેટરી પંપ સહાય યોજના : કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓ અમલી બનાવેલ છે. જે યોજનાઓનો લાભ આપવા માટે ikhedut portal બનાવેલ છે. આ પોર્ટલ પર ખેતી વાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી અને મત્સ્યપાલનની યોજનાના ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે.


Battery Pump Sahay Yojana : આ આર્ટિકલના માધ્યમથી Kheti Vadi ni Yojana વિશે વાત કરીશું. ખેતીવાડી વિભાગ દ્વારા “પાવર સંચાલિત નેપસેક પમ્પ તથા પાવર સંચાલિત તાઈવાન પમ્પ વિશે માહિતી આપીશું. આ યોજનામાં દવા છાંટવાના પંપ યોજનામાં કેટલી સહાય મળે, કેવી સહાય મળશે અને ઓનલાઈન અરજી માટે કયા-ક્યા ડોક્યુમેન્‍ટ જોઈએ તેની વિસ્તૃત માહિતી મેળવીશું.

બેટરી પંપ સહાય યોજના વિષે ટૂંકમાં માહિતી

ગુજરાતની સરકાર તમામ ખેડૂતોનો સર્વાંગી વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ છે. કૃષિ યોજનાનો લાભ આપવા માટે Directorate of Agriculture, Government of Gujarat દ્વારા ikhedut બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતો વિવિધ ખેતીને લગતી યોજનાઓનો ઓનલાઈન અરજી કરીને મેળવી શકે છે. અત્યારે હાલમાં ઈ-ખેડૂત પોર્ટલ પર Battery Operated Spray Pump Subsidy માટે ઓનલાઈન ફોર્મ જે તે સમયે ભરાય છે.




Table of Battery Pump Sahay Yojana

યોજના નું નામ પાવર સંચાલિત પંપ સહાય યોજના

  • Scheme Name Battery Operated Spray Pump yojana 2023
  • અરજી કરવા માટે ની ભાષા ગુજરાતી અને અંગ્રેજી
  • લાભાર્થી ગુજરાત રાજ્યના ખેડૂતો
  • મળવા પાત્ર સહાય ની રકમ નાના સીમાંત અને મહિલા ખેડૂતને રૂ.10,000/- સુધીની સબસીડી અને અન્ય તમામ લાભાર્થી ને રૂ.8000/- ની સહાય
  • ઉદેશ્ય ખેડૂતો ના પાક સરક્ષણ માટે દવા છંટકાવ પમ્પ ખરીદવા પર સબસીડી
  • વેબસાઈટ @ ikhedut.gujarat.gov.in
  • અરજી કરવા ની છેલ્લી તારીખ :  જે તે સમયે યોજના શરૂ થાય ત્યારે તેનો લાભ લઇ શકશો.

બેટરી પંપ સહાય યોજનાનો હેતુ

ખેતી પાકોમાં નુકશાન કરતા કીટકો અને રોગોના નિયંત્રણ માટે પાક સંરક્ષણ કરવું ખૂબ જરૂરી છે. પાકમાં જીવાત અને રોગની ઓળખ થયા બાદ તેને અનુરૂપ જંતુનાશક દવાનો છંટકાવ કરવો પડે છે. આ યોજનામાં ખેડૂતોને દવા છંટકાવ માટે પમ્પ ઉપર સબસીડી આપવામાં આવશે.

આ પણ વાંચો અને કંઇક નવું જાણો



Eligibility for Battery Pump Sahay Yojana


ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
  • ખેડૂત ગુજરાત રાજયનો હોવો જોઈએ.
  • ખેડૂત નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • અરજદાર ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
  • જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ.
  • Battery Operated Spray Pump મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતોઓએ ઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.


બેટરી પંપ યોજનામાં સહાય ધોરણ


AGR-2 
  • પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની ખરીદ કિંમતના 50% અથવા રૂ. 3000/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.

RKVY- Control of PBW, WG & FAW 
  • 50 % અથવા રુ.3000 ની મર્યાદામાં જે ઓછુ હોય તે લાભ મળશે.

AGR-14 
  • પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માંથી જે ઓછું હોય તે લાભ મળશે. ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગનો લાભ મળશે.

AGR-3 
  • ખેડૂતોને આ સ્કીમમાં પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.

AGR-4 
  • આ સ્કીમમાં પાવર સંચાલિત સાધન પર સાધનની કિંમતના 75% અથવા રૂ. 4500/- બે માથી જે ઓછું હોય તેનો લાભ મળશે. વધુમાં ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ સુધી લાભ મળશે.
આ પણ જુઓ : કારમાં CNG કીટ છે❓🚗ઉનાળામાં CNG કાર ચલાવતા હોય તો રાખજો આ સાવચેતી નહીં તો ભડકો થતાં વાર નહી લાગે, તો રાખો આ બાબતોની સાવચેતી


Document of Battery Operated Spray Pump Scheme


ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.


Important Link


Conclusion

આ લેખ દ્વારા, અમે તમને બેટરી પંપ સહાય યોજના। Battery Pump Sahay Yojana સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. આ યોજનાનો લાભ જે તે સમયે વેબસાઇટ પર યોજના શરૂ થાય ત્યારે તમે તેનો લાભ લઇ શકશો. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.
For Best View Please Open This Website In CHROME / OPERA Browser