Search This Website

Monday 6 November 2023

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે? વીડિયો જોઈને બીજીવાર નહીં કરો ઉપયોગ

ઉપવાસમાં ખવાતું સિંધવ મીઠું કેવી રીતે બને છે? વીડિયો જોઈને બીજીવાર નહીં કરો ઉપયોગ

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. તેમાં જોવા મળ્યું કે ઘરમાં ખાવામાં આવતું અને ખૂબ જ હેલ્ધી ગણવામાં આવતું સિંધવ મીઠું કેવી રીતે બનાવવામાં આવે છે.

ભોજનમાં મીઠાંનું પોતાનું મહત્વ છે. જો તમે ખૂબ જ મહેનતથી ખાવાનું બનાવ્યું છે તો તેમાં મીઠું ન નાખો તો ખાવાનાનો કોઈ સ્વાદ રહેતો નથી. મીઠાનું કામ છે ખાવાનાને સ્વાદને એક જગ્યાએ બાઇન્ડ કરવું. મીઠાં વિનાનું ખાવાનું ટેસ્ટલેસ હોય છે. ભલે જ તમે ખાવાનામાં ગમે તેટલો મસાલો મિક્સ કર્યો હોય, લસણ-આદુની પેસ્ટ મિક્સ કરી હોય પરંતુ મીઠાં વિના તેમાં કોઈ સ્વાદ નહીં આવે. તમે મીઠું બનાવતા તો ઘણીવાર જોયું હશે પરંતુ શું તમે સિંધવ મીઠું બનતા જોયું છે?




માર્કેટમાં અત્યારે ઘણાં પ્રકારના મીઠાં આવે છે. વ્હાઈટ સૉલ્ટથી લઈને પિન્ક સૉલ્ટ, હિમાલયન સૉલ્ટ પણ મળી રહે છે. પરંતુ, વર્ષોથી આપણે સલાડ અને ફ્રૂટ્સમાં સિંધવ મીઠાનો જ ઉપયોગ કરીએ છીએ. જોકે, ખૂબ જ ઓછા લોકોને જ આ વાતની જાણતાકી છે કે આખરે આ સિંધવ મીઠું કેવી રીતે બનાવવામાં આવે છે. સ્વાદમાં તે લાજવાબ હોય છે, પરંતુ તેને બનાવવાની પ્રોસેસ ખૂબ જ લાંબી, ખતરનાક અને રિસ્કી છે. 24 કલાકની મહેનત બાદ આ સિંધવ મીઠું બની રહે છે.


આગની ભઠ્ઠીમાં થાય છે તૈયાર

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં સિંધવ મીઠું બનાવવાની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. તેને જોયા બાદ ઘણાં લોકોએ લખ્યું કે આજ સુધી ખબર જ નહતી કે આખરે સિંધવ મીઠું બને છે કેવી રીતે. નોર્મલ સૉલ્ટને ભટ્ટીમાં 24 કલાક સુધી સળગાવવામાં આવે છે. આ દરમિયાન તેનું તાપમાન એટલું વધારે હોય છે કે માણસ અડી પણ લે તો તેનું પરિણામ ગંભીર આવી શકે છે. 24 કલાક ભટ્ટીમાં તપાવ્યા બાદ તે મીઠાંને બહાર કાઢવામાં આવે છે.


ખૂબ જ અનહાઇજેનિક છે રીત

બ્લેક સૉલ્ટ બનાવવાનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો, તો લોકો ચોંકી ગયા હતાં. ભલે જ તેને બનાવવામાં ખૂબ જ મહેનત છે અને આ ખૂબ જ રિસ્કી કામ છે, પરંતુ તેને બનાવવાની રીત પણ એટલી જ અનહાઇજેનિક છે. જે ફેક્ટરીમાં તેને બનાવવામાં આવે છે, ત્યાં 24 કલાક આગ સળગાવી રાખવા માટે ટાયરને પણ સળગાવવામાં આવે છે. તેનો ધુમાડો માણસો માટે જરા પણ સુરક્ષિત નથી. લોકોએ આ વીડિયો જોઈને લખ્યું કે આ મીઠું ખાવું કેવી રીતે સુરક્ષિત હોય શકે છે? ઘણાં લોકોએ તો તેને આગળથી ન ખાવા માટેની કસમ પણ ખાધી. શું તમે ક્યારેય જોયું હતું કે કેવી રીતે બનાવવામાં આવે છે આ સિંધવ મીઠું?