Search This Website

Monday 10 October 2022

ખાસ વાંચો / ચાણક્ય નીતિ : આ ત્રણ પ્રકારના લોકોથી કાયમ રહો દૂર,નહીં તો તમારા જીવનને કરી નાખશે બરબાદ

ખાસ વાંચો / ચાણક્ય નીતિ : આ ત્રણ પ્રકારના લોકોથી કાયમ રહો દૂર,નહીં તો તમારા જીવનને કરી નાખશે બરબાદ




ચાણક્ય નીતિ : સામાન્ય લોકોએ પોતાના જીવનને સારી રીતે જીવવા માટે ચાણક્યની આ બાબત પોતાના જીવનમાં ઉતારવી ખૂબ જરૂરી છે.

ચાણક્ય નીતિનો અમલ કરી જીવન બનાવો સુઘમ

આ 3 લોકોથી હંમેશા રહો દૂર

આ નીતિના પાલનથી નહીં આપી શકે કોઈ મ્હાત

શાંત જીવન માટે જરૂરી ચાણક્ય નીતિ





આચાર્ય ચાણક્ય (Archarya Chanakya) એ નીતિ શાસ્ત્રમાં ફક્ત રાજનીતિક કુટનીતિ નથી સમજાવી સાથે જ સામાન્ય લોકોએ પોતાના જીવનમાં કઈ પાયાની વાતો બાબતે કાળજી રાખવી જોઈએ તેનો પણ ઉલ્લેખ કર્યો છે. ચાણક્યની આ નીતિનુ પાલન કરવામાં આવે તો માનવ જાતિ જીવનમાં ક્યારેય પાછળ નહીં પડે અને કોઈ પણ વ્યક્તિ તેને ધોખો નહીં આપી શકે.




ખુશી જીવન માટે ચાણક્ય નીતિ જરૂરી




આપણને બાળપણથી જ શીખવવામાં આવે છે કે જરૂરિયાતમંદોની હંમેશા મદદ કરવી જોઈએ. પણ આચાર્ય ચાણક્યના મત અનુસાર તમારે મદદ કર્યા પહેલા લોકોના ચરિત્ર વિશે જાણી લેવું જોઈએ. મનુષ્ય સારા અને શાંત જીવન માટે શું નથી કરતો. મહેનત કરીને પૈસા કમાય છે, ઘરથી માંડીને સુખી જીવન માટે દરેક વસ્તુને જોડીને રાખે છે. પરંતુ આ દરમિયાન મનુષ્ય કેટલીક ભૂલો પણ કરી દે છે. જેના કારણે તેની જિંદગી નરક કરતા પણ બત્તર થઈ જાય છે. આચાર્ય ચાણક્યએ સુખી જીવન માટેના કેટલાક ઉપાયો બતાવ્યા છે. આ ઉપાયોનો અથવા આ વાતોનો જીવનમાં અમલ કરવામાં આવે તો જિંદગી સ્વર્ગ જેવી સુંદર લાગવા લાગશે.




મૃત્યુની જેમ જીવો




આચાર્ય ચાણક્યએ જીવનમાં ત્રણ લોકોથી અંતર રાખવાનું કહ્યું છે. જો આ ત્રણ લોકોને જીવનમાંથી દૂર કરી દેવામાં આવે તો વ્યક્તિને ખુશ થવાથી કોઈ રોકી શકતું નથી. આચાર્ય ચાણક્યએ આવા ત્રણ લોકોની સાથે રહેવાને મૃત્યુ સમાન ગણાવ્યું છે. આ ત્રણ લોકો ચારિત્રહીન સ્ત્રી, સ્વ-આનંદી વ્યક્તિ અને હંમેશા દુ:ખી વ્યક્તિ છે.




ચારિત્રહીન પત્ની




આચાર્ય ચાણક્યની નીતિ કહે છે કે જો ઘરમાં દુષ્ટ પત્ની હોય તો તમારું સુખી જીવન મૃત્યુ જેવું લાગવા લાગે છે. જે ઘરમાં આવી સ્ત્રી રહે છે તે ઘર નરક સમાન બની જાય છે. આવા ઘરમાં હંમેશા માથાકુટ, ઝઘડો થાય છે, જેના કારણે વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે.




આ લોકોથી રહો હજારો મીટર દૂર




આચાર્ય ચાણક્યના મતે દુ:ખી લોકોથી હંમેશા સો ડગલાંનું અંતર રાખવું જોઈએ. આવા લોકો બીજાની ખુશીઓથી નફરત કરે છે અને તેમના પ્રત્યે ખરાબ લાગણીઓ પણ રાખે છે. તેથી, જો તમે આવા લોકોથી અંતર રાખશો નહીં, તો તમારું જીવન હંમેશા નકારાત્મક વાતાવરણમાં જશે, કારણ કે તેઓ ફક્ત નાખુશ હોવાનો ડોળ કરે છે.




સંતુષ્ટ વ્યક્તિ




આચાર્ય ચાણક્યના મતે આત્મજ્ઞાની કે મૂર્ખની મદદ કરવી એ પોતાના પગ પર કુહાડી મારવા જેવું છે. આવા લોકો હંમેશા તમને હરાવવાનો પ્રયાસ કરે છે. જો તમે આ લોકોનું કોઈ ભલું કરો છો, તો પણ આ લોકો અભિમાનમાં જીવે છે અને દરેક સમયે તમને નીચું દેખાડવાની કોઈ તક છોડતા નથી.