Search This Website

Sunday 26 March 2023

આજથી જ ખાવાનું શરૂ કરી દો આ આયુર્વેદિક ચૂર્ણ, પછી જિંદગીમાં ક્યારેય હેરાન નહીં કરે સાંધા અને ઘૂંટણના દુખાવા.

આજથી જ ખાવાનું શરૂ કરી દો આ આયુર્વેદિક ચૂર્ણ, પછી જિંદગીમાં ક્યારેય હેરાન નહીં કરે સાંધા અને ઘૂંટણના દુખાવા.
 



દોસ્તો સામાન્ય રીતે આજના સમયમાં ઘણા લોકોને સાંધા અને હાથ પગના દુખાવાનો સામનો કરવો પડતો હોય છે. વળી જ્યારે વ્યક્તિને સાંધાનો દુખાવો શરૂ થાય છે ત્યારે તે ખૂબ જ અસહ્ય હોય છે અને તેના લીધે ઊંઘ આવવામાં પણ તકલીફ પડતી હોય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ઘૂંટણના દુખાવાનો ઈલાજ કરવો જરૂરી બની જાય છે.

જોકે ઘણી વખત લોકો આ દુખાવાને ટેમપરી બંધ કરવા માટે ડોકટરી દવાઓનો આશરો લેતા હોય છે પંરતુ તમને જણાવી દઈએ કે લાંબા સમય સુધી ડોકટરી દવાઓનું સેવન કરવાથી આપણું શરીર અન્ય ઘણી બીમારીઓનો શિકાર બની જાય છે. આવી સ્થિતિમાં તમારે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવીને સાંધાના દુખાવાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.

આવી સ્થિતિમાં આજના આ લેખમાં અમે તમને સાંધાના દુખાવાને દૂર કરવાના કેટલાક ઘરેલુ ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે તમારી સમસ્યા ઝડપથી આડઅસર વિના દૂર કરવાની શકિત ધરાવે છે.

જો તમને વધારે પ્રમાણમાં દુખાવો થઈ રહ્યો હોય તો તમારે આદુનો ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય રીતે આદુનો ઉપયોગ ભોજનનો સ્વાદ વધારવા માટે કરવામાં આવતો હોય છે પંરતુ તમે આદુનો ઉપયોગ કરીને તમારી દુખાવાની સમસ્યા દૂર કરી શકો છો. હકીકતમાં આદુની તાસીર ગરમ હોય છે અને તેને અસરગ્રસ્ત જગ્યાએ લગાવવામાં આવે તો દુખાવો આપમેળે ઓછો થઈ જાય છે.

તમે સરસવ ના તેલનો ઉપયોગ કરીને પણ દુખાવાથી રાહત મેળવી શકો છો. હકીકતમાં સરસવના તેલમાં બળતરા વિરોધી અસર હોય છે અને તે દુખાવાને ઓછો કરવામાં મદદ કરે છે. આ માટે તમારે અસરગ્રસ્ત જગ્યાએ સરસવ ના તેલની મદદથી માલિશ કરવાની શરૂ કરી દેવી જોઈએ. જેનાથી તમારો દુખાવો એકદમ ઓછો થઈ જશે.

આજ ક્રમમાં હળદરમાં પણ દુખાવો ઓછો કરવાના ગુણો મળી આવે છે. હકીકતમાં હળદર એન્ટી ઓક્સિડન્ટ ગુણોથી સમૃદ્ધ હોય છે અને જ્યારે તમે તેનું સેવન કરો છો ત્યારે આ અસર દુખાવાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરે છે. આ માટે તમારે સૌથી પહેલા હળદરને દૂધમાં ઉમેરીને પીવાનું શરૂ કરી દેવું જોઇએ. જેનાથી તમારો દુખાવો ઓછો થઈ જશે.

જો તમને ઘૂંટણનો દુખાવો હેરાન કરી રહ્યો છે તો તમારે માટે મેથી મદદગાર સાબિત થઈ શકે છે. હકીકતમાં મેથીમાં મળી આવતા પોષક તત્વો દુખાવાને ઓછો કરીને શરીરને મજબૂત બનાવે છે. આ માટે તમારે સૌથી પહેલા મેથીને સૂકવીને તેનો પાવડર બનાવી લેવો પડશે. ત્યારબાદ તેને હુંફાળા પાણીમાં ઉમેરીને સવારે અને સાંજે કરવાનું રહેશે. આ ઉપાય અજમાવવાથી તમારો દુખાવો બહુ જલદી ઓછો થઈ જશે.