Search This Website

Monday 1 May 2023

કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાની રેસિપી

કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાની રેસિપી


નમસ્કાર મિત્રો My Technology Hubs વેબસાઇટ પર તમારું સ્વાગત છે આજના આ લેખમાં આપણે કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાની રેસિપી વિશે સંપૂર્ણ માહિતી જાણવાના છે તો આ લેખને અંત સુધી જરૂર વાંચજો.

કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાની રેસિપી : કેરીની સિઝન માં આપણે કેરી નો રસ કે કટકા કે ચૂસી ને ખાતા હોઈએ છીએ તેમજ છાલ અને ગોટલા ધોઈ ને કચરામાં ફેંકી દઈએ છીએ. પણ જુઓ તેને ઉપયોગમાં કેવી રીતે લેવી ?? મારી પત્ની આ ગોટલામાંથી ખૂબ જ સ્વાદિષ્ટ મુખવાસ બનાવે છે , જે આખું વર્ષ આપણે ઉપયોગમાં લઇ શકીએ છીએ. તો જાણો તમે પણ તેની રેસિપી.કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાની રેસિપી


ગોટલી ને બાફી એની સુકવણી કરવાની હોય છે , જેથી આપ આસાનીથી આખું વર્ષ ઉપયોગમાં લઇ શકો છો. અને જ્યારે જરૂર પડે ત્યારે થોડા થોડા માં મસાલો નાખો અને આનંદ ઉઠાવો આ મસાલેદાર ગોટલીના મુખવાસનો.


કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાની રેસિપી માટે સામગ્રી

 1. થોડા કેરી ના ગોટલા
 2. મીઠું
 3. 1/2 ચમચી હળદર
 4. 1/2 અડધો વાડકો કેરી નું મીઠાવાળું પાણી અથવા અડધા લીંબુ નો રસ
 5. તળવા માટે તેલ
 6. જીરા નો ભૂકો
 7. હિંગાષ્ટક
 8. સંચળ
 9. ચાટ મસાલો
 10. હિંગ
 11. હળદર

કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાની રેસિપી 

 • વપરાઇ ગયેલા ગોટલા ને સૌપ્રથમ ચોખ્ખા પાણીમાં ધોઈ લો.
 • ત્યારબાદ આ ગોટલા ને 7 થી 8 દિવસ સુધી તડકામાં સુકવો.
 • ગોટલા ને જમીન પર સીધા સુકવશો તો ચાલશે ..
 • ગોટલા સુકાઇ જશે એટલે સફેદ કલર ના થઈ જશે.
 • તમારે જેમ જેમ કેરી વપરાતી જાય તેમ તેમ ગોટલા સુકવતા જજો..
 • બધા ગોટલા 7 થી 8 દિવસ સુધી સૂકવવા .
 • ગોટલા બરાબર સુકાઇ જાય એટલે હથોડી કે દસ્તા ની મદદ થી ગોટલા ને તોડો.
 • ધ્યાન રહે અંદર ની ગોટલી ભૂકો ના થઇ જાય.
 • બને ત્યાં સુધી પેહલા કિનારી થી તોડો અને ગોટલી આખી નીકાળવા ની ટ્રાય કરવી..
 • આ ગોટલીના ઉપરના પડ કાઢી લેવા.
 • હવે ગોટલી ને પાણીમાં પલાળો.
 • દર 4 થી 5 કલાકે પાણી બદલી લેવું.
 • સાથે જેટલું પડ નીકળે નીકળતા જાઓ.
 • આપ જોશો પાણી કાળા પડતા જશે. અને ગોટલી ધીરે ધીરે સફેદ બનતી જશે.
 • પાણી બદલાવાની પ્રક્રિયા 4 થી 5 વાર કરો.
 • ધ્યાન રહે ગોટલીના કાળા ડાઘા પડશે.
 • ત્યારબાદ ગોટલી ને કુકર માં બાફવા માટે મુકો.
 • એમાં થોડું કેરીનું પાણી , મીઠું અને હળદર ઉમેરો.
 • ગોટલી ડૂબે એટલું પાણી લો.
 • ધીમી આંચ પર 3 થી 4 સીટી વગાડો.
 • ત્યારબાદ બફાયેલી ગોટલીને ચારણીમાં નિતારવા મુકો.
 • 2 થી 3 કલાક માટે નિતારવા દો.
 • આમ કરવા થી સમારતી વખતે ગોટલી તૂટશે નહીં.
 • હવે એકદમ પાતળી ને લાંબી સુધારો.
 • હળવેથી સુધારો નહીં તો બફાયેલી ગોટલી નો ભૂકો થઈ જશે.
 • આ સમારેલી ગોટલી ને એક કોટનના કપડાં પર તડકે સુકવો..
 • આવા આકરા તડકા માં 2 દિવસ માં ગોટલી સુકાઇ જશે.
 • ધ્યાન રહે ગોટલી એકદમ સુકાઇ જ જવી જોઈએ.
 • આ સુકવેલી ગોટલી આપ આખું વર્ષ સ્ટોર કરી શકો છો.
 • જયારે જોઈએ ત્યારે તળો / શેકો અને મસાલો નાખો.
 • ગોટલી તળીને અથવા શેકીને બનાવી શકાય છે. ને બનાવેલ વધુ પોચી અને સરસ બને છે .
 • તેલ એકદમ ગરમ થાય ત્યારે જ તળવી.
 • ત્યારબાદ આ ગોટલીને મોટા બાઉલ કે કડાઇ માં લઇ બધો મસાલો ઉમેરો..
 • એકદમ ઠરે એટલે એર ટાઈટ ડબ્બા માં ભરો અને આનંદ ઉઠાવો આ સ્વાદિષ્ટ મુખવાસનો.

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને કેરીની ગોટલીનો મુખવાસ બનાવવાની રેસિપી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.