Search This Website

Saturday 26 August 2023

મેરા બિલ મેરા અધિકારઃ હવે બિલ દેખાડો અને દર મહિને કરોડોનું ઈનામ જીતવાની તક મેળવો

મેરા બિલ મેરા અધિકારઃ હવે બિલ દેખાડો અને દર મહિને કરોડોનું ઈનામ જીતવાની તક મેળવો

હવે તમે શોપિંગ કર્યા પછી બિલ માગવાનો આગ્રહ રાખીને પણ લાખો-કરોડો રૂપિયા કમાઈ શકો છો. તમારે દરેક ઈનવોઈસને સરકારની એપ પર અપલોડ કરવાના છે અને તેનો ડ્રો થાય ત્યાં સુધી રાહ જોવાની છે. આ સ્કીમમાં 10 હજાર રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધી ઈનામ મળી શકે છે. આ સ્કીમની તમામ વિગતો જાણો.




mera bill mera adhikar : કેન્દ્ર સરકારની એક સ્કીમમાં આગામી દિવસોમાં દર મહિને અને ત્રણ મહિને ડ્રો થવાના છે જેમાં 10 હજાર રૂપિયાથી લઈને એક કરોડ રૂપિયા સુધીનું ઈનામ જીતવાની તક મળશે. લોકો કોઈ પણ ખરીદીની સામે બિલ માગવાની ટેવ પાડે તે માટે 1 સપ્ટેમ્બરથી 'મેરા બિલ મેરા અધિકાર' સ્કીમ શરૂ કરવામાં આવશે. તેમાં લોકોએ દરેક ખરીદી પછી બિલ એકઠા કરવાના રહેશે અને તેના પરથી એક ડ્રો કરવામાં આવશે જેમાં નસીબદાર વિજેતાઓને એક કરોડ રૂપિયા સુધીનું ઈનામ મળશે.


ભારતમાં ઘણી જગ્યાએ લોકો ખરીદી કર્યા પછી બિલ માગતા નથી જેના કારણે ટેક્સ ચોરી થાય છે. લોકો ઈનવોઈસ માગતા થાય તે માટે રાજ્ય સરકારો સાથે મળીને 'મેરા બિલ મેરા અધિકાર' યોજના શરૂ કરવામાં આવશે. હવે તમારે ખરીદી કર્યા પછી દુકાનદાર પાસેથી હકપૂર્વક બિલ માગવાનું રહેશે.




ઈનવોઈસને ક્યાં અપલોડ કરવું?

તમને જે બિલ મળે તેને 'મેરા બિલ મેરા અધિકાર' મોબાઈલ એપ પર અપલોડ કરવાનું રહેશે. આ એપ એન્ડ્રોઈડ અને IOS પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત web.merabill.gst.gov.in પર પણ બિલ અપલોડ કરી શકાશે. તેની સામે તમને એક એકનોલેજમેન્ટ રેફરન્સ નંબર (ARN) મળશે જેના પરથી ડ્રો થશે.


કેટલા રૂપિયાનું ઈનવોઈસ હોવું જોઈએ, ડ્રો ક્યારે થશે?

ડ્રો માટે એક રેન્ડમ પ્રક્રિયા પસંદ કરીને દર મહિને સામાન્ય ઈનામ તથા ત્રણ મહિને બમ્પર ઈનામ આપવામાં આવશે. આ ડ્રોમાં ભાગ લેવા માટે તમારું બિલ ઓછામાં ઓછું 200 રૂપિયાનું બિલ હોવું જરૂરી છે. 

આ યોજનામાં કોને મળશે લાભ?

આ સ્કીમમાં મર્યાદિત રાજ્યો જ ભાગ લઈ રહ્યા છે જેથી તમને ઈનામ લાગવાની શક્યતા વધી જાય છે. હાલમાં 
 • ગુજરાત, 
 • આસામ, 
 • હરિયાણા, 
 • પોંડિચેરી, 
 • દાદરા નગર હવેલી, 
 • દમણ અને દિવમાં આ સ્કીમ લાગુ થશે.


તમે 'મેરા બિલ મેરા અધિકાર' એપ પર તમારું બિલ એટલે કે ઈનવોઈસ અપલોડ કરો ત્યારે તેમાં સપ્લાયરનો GSTIN નંબર, ઈનવોઈસ નંબર, ઈનવોઈસની તારીખ, ઈનવોઈસની વેલ્યૂ અને રાજ્યની ડિટેલ ભરવાની રહેશે.

ઈનામ લાગ્યું તેની ખબર કેવી રીતે પડશે?

એેક વાત યાદ રાખો કે આ સિસ્ટમાં ડુપ્લિકેટ ડેટા કે ઈનવોઈસ નહીં ચાલે. ખોટા GSTIN નંબર એન્ટર કરશો તો તે રિજેક્ટ થશે. વિજેતાને એલર્ટ કરવા માટે માત્ર પુશ નોટિફિકેશન આવશે. તેથી તમને ફોન કરીને કોઈ શીશામાં ઉતારવાની કે લાલચ આપવાની કોશિશ કરે તો તેની વાતમાં આવશો નહીં.

તમે આ ડ્રોમાં વિજેતા થયા છો તેનું નોટિફિકેશન મળે ત્યારપછી તમારા બેન્ક ખાતામાં રકમ જમા થાય તે માટે 30 દિવસની અંદર એપ અથવા વેબ પોર્ટલ પર બેન્કની વિગત, પેન કાર્ડ, આધાર કાર્ડ નંબરની વિગત આપવાની રહેશે. આ પાઈલટ પ્રોગ્રામ છે જે એક વર્ષ સુધી ચાલુ રહેશે. આ સ્કીમમાં દર મહિને 800 લોકોને પ્રાઈઝ મળશે જેની રકમ 10,000 રૂપિયા હશે જ્યારે દર ત્રણ મહિને બે બમ્પર ડ્રો થશે જેમાં એક-એક કરોડ રૂપિયાના ઈનામ મળશે.

 • મેરા બિલ મેરા અધિકાર વિશે આટલું જાણવું જરૂરી છે.
 • આ સ્કીમમાં દરેક ભારતીય નાગરિક ભાગ લઈ શકશે.
 • તેમાં માત્ર બિઝનેસ ટુ કસ્ટમર ઈનવોઈસ જ સ્વીકારાશે. જ્યારે GSTIN ધરાવતો વેચાણકર્તા કોઈ ગ્રાહકને માલ વેચે ત્યારે બીટુસી ઈનવોઈસ સર્જાય છે.
 • વિજેતાને આ વિશે એસએમએસ, મોબાઈલ એપ, પોર્ટલ દ્વારા જાણ કરાશે. તેમને મોબાઈલ પર નોટિફિકેશન મોકલવામાં આવશે.
 • જે રાજ્યો આ સ્કીમમાં ભાગ લઈ રહ્યા છે તેના બીટુસી ઈનવોઈસ જ માન્ય રહેશે. ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રમાં રજિસ્ટર થયેલા વેચાણકર્તાનું બિલ નહીં ચાલે.
 • તમને ઈનામ લાગે તો તે મેળવવા માટે તમારે કેટલાક ડોક્યુમેન્ટ આપવા પડશે. તેમાં અસલ બિલ, અસલ આઈડેન્ટિટિ ડોક્યુમેન્ટ વગેરે જરૂર પડશે.
 • ઇનામની રકમ વિજેતાના બેન્ક ખાતામાં જ જમા થશે. તેના માટે એપ અથવા પોર્ટલ પર પાન અને બેન્ક ખાતાની વિગત અપડેટ કરવાની રહેશે.


Upload GST invoices of your purchases & get a chance to earn lucky rewards


Mera Bill Mera Adhikaar is a scheme launched by the Government of India for incentivising consumers on uploading genuine business to consumer (B2C) invoices for purchases of goods or services attracting Goods and Services Tax (GST). Consumers could register on this mobile application & upload the invoices simply by clicking picture of the invoice or uploading already saved invoices from the Gallery.

મેરા બિલ મેરા અધિકાર એપ્લિકેશન અહીંથી ડાઉનલોડ કરો.

Every month, few lucky invoices would be identified by a process of draw of lots, and uploader can get a chance to win exciting prizes. The more the number of invoices uploaded by a person, the higher is the chance of winning. Further, a few lucky invoices which have been paid through digital modes of payment like UPI or RuPay card stand a chance of winning a higher prize also.

વધારે માહિતી માટે અહીં ક્લિક કરો.

This mobile application would read key invoice details like GSTIN (also called GST Number), invoice number & date, and amount paid to assist consumers. Scanned values could also be edited by the consumers before uploading, if required. Every successfully uploaded genuine B2C invoice will be issued a unique acknowledgement number.
For more details, please refer to the Terms & Conditions of this app.




These documents will be required to be required to pan cards, bank account information and base cards. You have to upload all these documents to my bill my right app.