Search This Website

Saturday 16 September 2023

Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો કેવી રીતે છોડશો ? How to release July Increment in Praisa software ?

Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો કેવી રીતે છોડશો ?  How to release July Increment in Praisa software ? 

*અગત્યની માહિતીઓ:*

1. કર્મચારીનો સેલેરી સ્ટ્રક્ચર પગાર કર્યા પહેલા ડિસ્ટ્રીક્ટ એડમીનમાંથી બદલી શકાશે.


2. કર્મચારીનો સેલેરી બ્રેકઅપ પગાર કર્યા પહેલા કે પગાર કર્યા બાદ ક્રિયેટરના લોગીનમાંથી બદલી શકાશે.


3. જે ઓફિસમાંથી બિલ બન્યુ હશે તે ઓફિસના એપ્રુવર / સબ એપ્રુવર પાસે બિલ ડીલીટ કરવાની સત્તા આપવામાં આવેલ છે. *(સૌ પ્રથમ બિલને ક્રિયેટર કે સબ ક્રિયેટરમાંથી રીવોક કરવુ જરૂરી છે.)*


4. જે ઓફિસમાંથી સેલેરી પ્રોસેસ કરેલી હશે તે ઓફિસના ક્રિયેટરના લોગીનમાંથી પ્રોસેસ કરેલી સેલેરીને અન-પે (unpay) કરી શકાશે.

*અગત્યની સુચનાઓ:*

1. સૌ પ્રથમ ખોટા લાગતા બિલોને ડીલીટ કરવા.

2. ત્યારબાદ જરૂરી લાગતા મહિનાઓની પ્રોસેસ કરેલી સેલેરીને ડીલીટ કરવી.

3. કર્મચારીઓની જરૂરિયાત મુજબની માહિતીઓ સુધારવી.

4. નવેસરથી તબક્કાવાર સેલેરી પ્રોસેસ કરીને નવા બિલો બનાવવા.

*ઘ્યાનમાં રાખવા જેવી બાબતો*

1. એકપણ મહિનાનો પગાર ન કરેલો હોય તો કર્મચારીનું સેલેરી બ્રેકઅપ ઇન્ક્રીમેન્ટ આપ્યા વગર જ સુધારવા દેશે.

2. એકપણ મહિનાનો પગાર કરેલો હોય તો કર્મચારીનું સેલેરી બ્રેકઅપ ઇન્ક્રીમેન્ટ સિલેક્ટ કર્યા  બાદ જ સુધારવા દેશે.

3. ઇન્ક્રીમેન્ટ એટલે એક વાર પગાર કર્યા પછી કર્મચારીના સેલેરી સ્ટ્રક્ચરમાં કરવા પડતા દરેક પ્રકારના સુધારાઓ.

4. બિલ ઓથોરાઇઝેશનથી આગળ મોકલેલા બિલો અમે ડીલીટ કરી આપીશું. *ડિસ્ટ્રીક્ટ એડમીને આવા તમામ બિલોની માહિતી (આફિસનું નામ, બ્રાન્ચનુ નામ, બિલ નંબર ) એકસાથે આપવાની રહેશે.*

5. ફિક્સ્ડ પે માંથી રેગ્યુલર થતા કર્મચારી માટેની પ્રોસેસ આવતીકાલે જણાવવામાં આવશે.

Praisa સોફ્ટવેરમાં એપ્રિલ મે અને જૂન મહિનાના પગારની પ્રક્રિયા પૂરી કર્યા બાદ જુલાઈ મહિનાનું પગાર બિલ બનાવતા પહેલા જે કર્મચારીને જુલાઈ મહિનામાં ઇજાફો મળતો હોય તેમને ઇન્ક્રીમેન્ટ છોડવાની પ્રક્રિયા કરવી પડે છે. જેમને જાન્યુઆરી મહિનામાં ઇજાફો મળે છે તેમને હાલ કંઈ કરવાનું થતું નથી. 



Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો છોડવા માટે કર્મચારીને Revoke કરવાની પ્રક્રિયા

  • સૌપ્રથમ www.praisa.org ઓપન કરો.
  • Creator log In કરો.
  • Tools માં Employee Registration પર ક્લિક કરો.
  • એમાં View All Record પર ક્લિક કરવું.
  • View all Record કરતા કર્મચારીઓનું લીસ્ટ જોવા મળશે. એમના નામની આગળ ત્રણ ટપકાં પર ક્લિક કરો.
  • એમાં Edit પર ક્લિક કરો. ત્યારે Are you Sure લખેલ બોક્સ ખુલશે.
  • એમાં Yes Revoke It પર ક્લિક કરવું.
  • ત્યારબાદ ડાબી બાજુએ જે મેનુ છે એમાં Salary Brekup પર ક્લિક કરવું.
  • એમાં છેલ્લુ ઓપ્શન Consider as Increment ની બાજુમાં એક બોક્ષ હશે એના પર ટિક કરવું.
  • એટલે નીચે તારીખ લખવાનું એક બોક્ષ ઓપન થશે એમાં ઇજાફા તારીખ 1/7/2023 પસંદ કરવી.
  • ઈજાફા તારીખ નાખ્યા બાદ Pay Matrix Cell એક્ટિવ થશે.
  • જેમાં જુદા જુદા સેલ નંબર માંથી લાગુ પડતો સેલ પસંદ કરવો.
  • જ્યાં બાજુમાં ચેન્જ થયેલ પગાર જોવા મળશે. લાગુ પડતા સુધારા કરી સેવ બટન પર ક્લિક કરવું.
  • ત્યાર બાદ Tools માં Employee Registration માં જઈને View Record પર ક્લિક કરીને CVA ની પ્રોસેસ પૂર્ણ કરવી.
અગત્યની લીંક

Praisa સોફ્ટવેરમાં જુલાઈ મહિનાનો ઇજાફો છોડવાની પ્રક્રિયા માટેની Pdf ડાઉન લોડ કરવા અહી ક્લીક કરો.