Search This Website

Sunday 29 October 2023

વગડામાં જોવા મળતા આ છોડનું દાતણ કરવાથી દાંતના ભલભલા રોગ દૂર થઈ જશે, જાણો બીજા ફાયદા

વગડામાં જોવા મળતા આ છોડનું દાતણ કરવાથી દાંતના ભલભલા રોગ દૂર થઈ જશે, જાણો બીજા ફાયદા



અર્પિત બડકુલ/દમોહ: વગડામાં જોવા મળતા અઘેડાનું આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે. તેને આયુર્વેદમાં અપામાર્ગ કહેવાય છે. પ્રાચીન કાળમાં તેના મૂળને પ્રસૂતાની નાભિમાં બાંધવાથી મહિલાને સરળતાથી પ્રસવ થઈ જતી હતી.

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા છોડ વિશે વાત કરવામા્ં આવી છે, જે વ્યક્તિનું નસીબ ચમકાવવામાં મદદ કરે છે. તેમાંથી એક છોડ છે અઘેડાનો છોડ.


આ છોડ વરસાદની સીઝનમાં ઘાસ સાથે ઉગી નીકળે છે. પણ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો, નસીબ ચમકાવી દે છે. વાસ્તુ અનુસાર, લાલ અઘેડાની ડાળીથી દાતણ કરવામાં આવે તો વાક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિદ્ધિ વ્યક્તિની ઈચ્છા પુરી કરનારી હોય છે.


આ ઉપરાંત અઘેડાના મૂળને પૂનમના પ્રાત કાળે વિધિપૂર્વક પંચોપચાર પૂજન કરીએ તો અને તેને અભિમંત્રિત કરીને હાથમાં બાંધીએ તો, વ્યક્તિની દરેક સમસ્યા દૂર થઈ જાય છે.


અઘેડાની ડાળીનું દાતણ કરવાથી દાંતને ભલભલા રોગ દૂર થાય છે. જો તેનું તાજું દાતણ ન મળે તો, સુકાયેલી ડાળીને પાણીમાં પલાળીને તેનું દાતણ કરી શકાય. તેનાથી દાતણ કરવાથી દાંત મજબૂત થાય છે. મોઢામાં દુર્ગંધ આવતી હોય તો તે પણ બંધ થઈ જશે, હલતા દાંત પણ બંધ થઈ જશે.


(Disclaimer: આ આર્ટિકલમાં આપેલી સલાહ સામાન્ય જાણકારી માટે છે, mytechnologyhubs તેની પુષ્ટિ કરતું નથી, કોઈ પણ સલાહ સૂચન પર અમલ કરતા પહેલા ડોક્ટર્સનો સંપર્ક કરવો)