Search This Website

Sunday 17 December 2023

"શિયાળામાં ભરપૂર ખાઈ લો... લીલી હળદર અને આંબા હળદર" ચાલો જાણીએ તેના ફાયદા

આજનું વનસ્પતિ વિશેષ

"શિયાળામાં ભરપૂર ખાઈ લો... લીલી હળદર અને આંબા હળદર"


આપણે ગુજરાતીઓની દરેક રસોઈમાં બારે માસ થોડા વધુ પ્રમાણમાં હળદરનો મસાલો વપરાતો હોય છે. પણ સૂકી હળદર / હળદરના મસાલા કરતાં અનેકગણી ફાયદાકારક લીલી હળદર અને આંબા હળદર પ્રમાણમાં ઓછી ખવાય છે. કારણ, કદાચ ફાયદાઓ ખ્યાલ ન હોય / સ્વાદમાં ભાવતી ન હોય / ધોઈને સમારવી કંટાળાજનક હોય... પણ શિયાળાના ત્રણ ચાર મહિના બઝારમાં મળતી લીલી અને આંબા હળદર પુષ્કળ પ્રમાણમાં ખાવી જોઈએ. બન્નેના ફાયદાઓ સરખા જ છે. ચાલો જોઈએ...



૧. જેમ શરીર પર થયેલા ઘા રૂઝવવા સૂકી હળદર નો લેપ કરાય છે એમ લીલી હળદર શરીરની અંદરના કોષોનું રીપેરીંગ કરે છે.

૨. બેસ્ટ એન્ટિસેપ્ટિક છે. શરીરની અંદરના કોષોનું સમારકામ કરે છે.

૩. લોહી શુદ્ધ કરે.

૪. કફ પિત્ત નાશ કરે છે.

૫. ચામડીના રોગોમાં ફાયદાકારક છે.

૬. રક્તવિકાર થવા દેતું નથી.

૭. કાકડા અને ગળાના રોગોમાં ફાયદાકારક છે.

૮. પાચન ક્ષમતા વધારે છે.

૯. પેટના કૃમિનો નાશ કરે છે.

૧૦. બેસ્ટ એન્ટીઓક્સીડેન્ટ છે.

૧૧. હીમોગ્લોબિન વધારે છે.

૧૨. પુષ્કળ પ્રમાણમાં ફાયબર હોય છે.

૧૩. ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબ સારી.

૧૪. શરદી, ઉધરસ માટે ઉત્તમ.


ઘણા લોકો હળદરનું શાક / તાજું અથાણું બનાવીને લે છે. પરંતુ લીલી અને આંબા હળદર કાચી ખાવી. સ્વાદ માટે લીંબુનો રસ ભેળવી શકાય. કાચી સુધારી જમવા સાથે સલાડ ની જેમ ખાવી. બાળકોને પણ ખવડાવો.


કુદરતે આપેલી ઔષધિઓ ખાઓ, સ્વસ્થ રહો.

સ્વાસ્થ્યપ્રદ શિયાળાની શરૂઆત !!