Search This Website

Wednesday 6 December 2023

Sev Usal Recipe: ઘરે જ સરળતાથી તૈયાર કરો વડોદરાનું ફેમસ ટેસ્ટી ફુડ સેવ ઉસળ, જાણો તેની રેસીપી

Sev Usal Recipe: ઘરે જ સરળતાથી તૈયાર કરો વડોદરાનું ફેમસ ટેસ્ટી ફુડ સેવ ઉસળ, જાણો તેની રેસીપી


Sev Usal Recipe In Gujarati: ગુજરાતના વડોદરા શહેરમાં સેવ ઉસળ ખૂબ જ વખાણાય છે. સેવ ઉસળ ખૂબ જ સ્વાદ લઈને ખાવામાં આવે છે. બટાકા, ડુંગળી, સેવ વગેરે ઉમેરીને તૈયાર કરવામાં આવતું સેવ ઉસળ એક મસાલેદાર ગુજરાતી વાનગી છે. આ સાથે જ તેની સાથે લીલી ચટણી અને ખાટી-મીઠી આમલીની ચટણી સ્વાદ વધારે છે. સેવ ઉસળ બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. ત્યારે જાણો તેની રેસીપી.


સેવ ઉસળની રેસીપી

બટાકા, ડુંગળી અને સેવમાંથી તૈયાર કરવામાં આવતી ગુજરાતી વાનગી સેવ ઉસળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

  • કુલ સમય: 25 મિનિટ
  • તૈયારીનો સમય: 5 મિનિટ
  • રસોઈનો સમય: 20 મિનિટ
  • કેટલા લોકો માટે: 3
  • કેલરી: 250

સામગ્રી

  • 1-1/2 કપ સફેદ વટાણા
  • 1 ચમચી સેવ ઉસળ મસાલો
  • 1/2 ચમચી મીઠું
  • 1/2 ચમચી ધાણા પાવડર
  • 1/2 ટીસ્પૂન જીરું પાવડર
  • 1/4 ચમચી ગરમ મસાલો
  • ગાર્નિશ માટે મસાલેદાર સેવ
  • સમારેલી ડુંગળી
  • 4 ચમચી પાણી
  • 1 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1/2 ચમચી ગરમ મસાલા પાવડર
  • 1 મોટી ચમચી ચણાનો લોટ
  • 2/3 મોટી ચમચી પાણીમાં ઘોળ બનાવી લો
  • 1/2 બાફેલા અને છીણેલા બટેટા
  • 2 ચમચી તેલ
  • 1 ટીસ્પૂન જીરું
  • 2 સમારેલી ડુંગળી
  • 3-4 કપ પાણી
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી તેલ તરી માટે
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 6 લસણની કળી
  • 1 ઇંચ ઝીણું સમારેલું આદુ
  • 3 સમારેલા ટામેટાં
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ટીસ્પૂન જીરું પાવડર
  • સ્વાદ અનુસાર મીઠું
  • દહીં

સેવ ઉસળ બનાવવાની રીત

  • સૌથી પહેલા પલાળેલા સફેદ વટાણાને ધોઈને તેમાં આદુ, લસણ અને ડુંગળીને બ્લેન્ડરમાં પીસીને પેસ્ટ તૈયાર કરો.
  • ત્યારબાદ ટામેટાની પ્યુરી બનાવીને તેને એક વાસણમાં રાખો અને કુકરમાં તેલ ગરમ કરો.
  • હવે તેમાં જીરું ઉમેરીને જીરું ચટક્યા પછી ડુંગળીનો પેસ્ટ ઉમેરો.
  • પેસ્ટને ફ્રાય કરીને આ મિશ્રણમાં ટામેટાની પ્યુરી ઉમેરો.
  • તેમાં તમામ સૂકો મસાલો નાખીને સારી રીતે તળીને ઉપરથી મીઠું નાખી દો.
  • ત્યારબાદ ચણાનો લોટ અને બાફેલા બટેટા ઉમેરો.
  • આ પછી પલાળેલા સફેદ વટાણા ઉમેરીને 3 કપ પાણી ઉમેરો.
  • હવે કૂકર બંધ કરીને ધીમી આંચ પર 3 સીટી લગાવો.
  • આ પછી મિશ્રણમાં લીંબુનો રસ ઉમેરી દો.
  • હવે ઉસળ તૈયાર છે.
  • તરી બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં બધા સૂકા મસાલા અને 1/2 કપ પાણી મિક્સ કરો.
  • તેમાં ગરમ મસાલો પણ ઉમેરીને મિશ્રણને ઉકળે ત્યાં સુધી ચઢવા દો.
  • ત્યારબાદ ગેસ બંધ કરીને તરીને થોડી ઠંડી થવા દો.
  • ત્યરાબાદ એક બાઉલમાં ઉસળ લઈને તેમાં દહીં અને મસાલેદાર સેવ અને ડુંગળી ઉમેરો.
  • આ સેવ ઉસળ ઉપરથી લીલી ચટણી અને આમલી વાળી ખાટી મીઠી ચટણી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.